મોદી 10 કરોડ લોકોને રવિવારે અાપશે ગિફ્ટ, દેશના 27 રાજ્યોને મળશે લાભ

આયુષ્યમાન ભારત’ અેટલે મોદી કેર યોજના દુનિયાની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામ છે જેમાં 10 કરોડ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની ફ્રી હેલ્થ ઇન્સ્યોરન્સ સેવાઓ મળી રહેશે. આ યોજનાની ખાસિયત એ છે કે દેશભરમાં કોઈપણ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં પરિવાર દીઠ વાર્ષિક 5 લાખના ખર્ચ સુધી મફતમાં સારવાર મળી રહેશે. લાભાર્થી ને એક કાર્ડ મળશે જે તેને સારવાર સમયે આપવાનું રહેશે જે બાદ તેને ઈલાજ મફતમાં કરી આપવામાં આવશે તે પણ વગર કોઈ ઝંઝટે. દેશભરમાં આરોગ્ય ક્ષેત્રે આ એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ રહેશે તેમજ 10 કરોડ પરિવારોને મફત ઈલાજ મળી રહેશે. આ યોજનામાં લગભગ તમામ મોટી બીમારીઓ આવરી લેવામાં આવી છે. જેમાં હોસ્પિટલાઈઝેશન પહેલા અને પછીનો ખર્ચ આવરી લેવામાં આવશે.

૨૫ સપ્‍ટેમ્‍બરે ૨૭ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં વડાપ્રધાન જન આરોગ્‍ય યોજના (PMJAY)ની શરૂઆત થઈ જશે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ આ મહત્‍વકાંક્ષી યોજનાનો શુભારંભ રવિવારે કરવા જઈ રહ્યા છે. દેશભરના ૧૫ હજાર સરકારી તેમજ ખાનગી હોસ્‍પિટલોએ આ યોજનામાં ભાગદાર થઈ છે. ‘વડાપ્રધાન ૨૩મી સપ્‍ટેમ્‍બરે યોજનાનું ઉદ્ધાટન કરશે, પરંતુ પ્રભાવી રીતે તે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયના જન્‍મદિવસ ૨૫મી સપ્‍ટેમ્‍બરે લાગુ થશે.’ કેન્‍દ્ર સરકારે એપ્રિલ ૨૦૧૯ સુધી આ યોજના પર લગભગ ૩,૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. વડાપ્રધાન દ્વારા ઉદ્ધાટનની સાથે જ ૨૭ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનાની શરૂઆતની શક્‍યતા છે.’

પાંચ કે છ રાજયએ સહી નથી કરી, જેથી જયાં સુધી તેમાં સામેલ નહીં થાય ત્‍યાં સુધી ત્‍યાં આ યોજના લાગુ નહીં થઈ શકે. સરકાર ટિયર ૨ અને ટિયર ૩ શહેરોમાં આ યોજનાથી આવતા પાંચ વર્ષમાં હજારો નવી હોસ્‍પિટલોને જોડવાની આશા રાખી રહી છે. તેમણે જણાવ્‍યું કે, ‘ આ યોજનામાં સામેલ થવા અમને ૧૫ હજાર હોસ્‍પિટલોની અરજી મળી છે. તેમાંથી અડધા એટલે કે ૭,૫૦૦ અરજી પ્રાઈવેટ હોસ્‍પિટલોમાંથી આવી છે.’

આધાર કાર્ડ, મતદાન ઓળખ પત્ર કે રેશનિંગ કાર્ડ રહેશે માન્ય

લાભાર્થીઓએ પોતાની ઓળખ સાબિત કરવી પડશે. તેના માટે આધાર કાર્ડ કે મતદાન ઓળખ પત્ર કે રેશનિંગ કાર્ડ બતાવી શકે છે. સામાજિક-આર્થિક તેમજ જાતિય વસ્‍તી ગણતરી ૨૦૧૧માં જેમને ગરીબ માનવામાં આવ્‍યા છે, તે બધાને આ યોજનાનો લાભ મળશે. યોજનાનો હેતુ ૧૦ કરોડ ૭૪ લાખ ગરીબ પરિવારોને ૫ લાખ રૂપિયાનો વાર્ષિક સ્‍વાસ્‍થ્‍ય વિમો આપવામાં આવનાર છે. આ યોજનામાં દેશની ૪૦ ટકા વસ્‍તીનો સમાવેશ થઈ જશે. દુનિયાના આ સૌથી મોટા હેલ્‍થકેર પ્રોગ્રામનો ૬૦ ટકા ખર્ચ કેન્‍દ્ર સરકાર ઉઠાવશે, જયારે બાકીની ૪૦ ટકા રકમનું યોગદાન રાજયોએ કરવું પડશે.

‘મોદીકેર’ માટે વર્ષે અંદાજે રૂ. 11,000 કરોડનો ખર્ચ થશે

નાણામંત્રી અરુણ જેટલીએ બજેટમાં મહત્ત્વાકાંક્ષી નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ(NHPS)ની જાહેરાત કરી હતી. અમેરિકામાં ઓબામાએ જાહેર કરેલી હેલ્થ પોલિસીને ‘ઓબામાકેર’ નામ અપાયું હતું તે મુજબ મોદી સરકારની આ યોજનાને ‘મોદીકેર’ તરીકે ઓળખાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત ૫૦ કરોડ જેટલા ગરીબોને પાંચ લાખ રૂપિયા સુધીની મેડિકલ સારવાર મફત મળશે. જેટલીએ આરંભિક સ્તર પર આ યોજના માટે ૨,૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે પરંતુ અધિકારીઓ કહે છ કે આ યોજના જેમ-જેમ આગળ ધપશે તેમ-તેમ તેના માટે વધુ ફંડ ફાળવાશે. હાલમાં અનેક રાજ્ય સરકારો વિવિધ પ્રકારે આરોગ્ય વીમા સેવા પૂરી પાડે છે, પરંતુ તે પ્રમાણમાં નાના સ્વરૂપમાં છે અને તેનો અમલ પણ એટલો અસરકારક રીતે થતો નથી. નવી યોજના અંતર્ગત દરેક પરિવારનો વીમો લેવા માટે અંદાજે ૧,૧૦૦ રૂપિયા જેવો ખર્ચ થશે. તમામ પરિવારના પ્રીમિયમ ભરવા માટે દર વર્ષે ૧૧,૦૦૦ કરોડ રૂપિયા જેવો ખર્ચ થશે. કેન્દ્ર સરકાર ૭,૦૦૦ કરોડ રૂપિયા આપશે અને બાકીના રાજ્ય સરકારોએ આપવાના રહેશે. સરકાર કહે છે કે આ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના હશે. નવા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે સરકારે ૨,૦૦૦ કરોડ રૂપિયા આપી દીધા છે અને બાકીના ૫,૦૦૦ કરોડ રૂપિયા તબક્કાવાર રીતે યોજના જેમ આગળ વધશે તેમ આપવામાં આવશે. સરકારી આરોગ્ય વીમા કંપનીઓએ આ માટે ફંડ આપવાની તૈયારી બતાવી દીધી છે.

READ SOURCE
Read Full Story in UC News
Share to your friends
Hot Comments
Read More Comments
--
No
Yes
See how this man fights with 3 dogs