દિવાળીની રજાઓ પહેલાં કર્મચારીઓને સરકારે આપી મોટી ભેટ, 2 વર્ષ સુધી મળશે લાભ

સરકારે કર્મચારીઓને ખુશ ખબર આપતાં કહ્યું કે કેન્દ્રીય સરકારના કર્મચારીઓ સપ્ટેમ્બર 2020 સુધી એટલે કે વધુ બે વર્ષ માટે અવકાશ યાત્રા (એલટીસી) નો લાભ લઈ જમ્મુ-કાશ્મીર, ઉત્તર-પૂર્વ અને અંદામાન નિકોબાર ટાપુઓની મુસાફરી કરી શકે છે. સત્તાવાર આદેશ જણાવે છે કે જ્યારે કર્મચારીઓ એલટીસી યોજનાનો લાભ લે છે, ત્યારે સાથે મુસાફરી કરવા માટે ટિકિટની રકમ માટે પણ તેમને વળતર આપવામાં આવે છે.

2014 માં એલટીસી નિયમોમાં આપી હતી છૂટ

સપ્ટેમ્બર 2014માં એલટીસીના નિયમોમાં હળવાશ મારફતે સરકારી કર્મચારીઓને ઉત્તર પૂર્વીય પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તેમજ અંદામાન અને નિકોબાર ટાપુઓથી મુસાફરી કરવાની મંજૂરી આપી હતી. તેજ રીતે 2016માં પણ કર્મચારીઓને 25 મી સપ્ટેમ્બર 2018 સુધી આ યોજનાનો લાભ આપ્યો હતો. કેન્દ્રીયમંત્રી કેજે આલ્ફોન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યું કે કેન્દ્રીય સરકારી કર્મચારીઓને LTC યોજનાનાં લાભ હેઠળ કેરળ જવાની પરવાનગી આપે.

કેરળ જવા માટે કર્મચારીઅોઅે અનુમતી માગી

કેન્દ્રીય મંત્રીઅે મોદીને પત્ર લખીને કેરળ જવા માટે અનુમતિ માગી છે. કેરળ અે બાઢ પીડિત રાજ્ય છે. જ્યાં અેલટીસી પર સરકારી કર્મચારીઅો જશે તો પ્રવાસન વિભાગને ફાયદો થશે. વર્તમાનમાં કેન્દ્રના સરકારી કર્મચારીઅો માટે જમ્મુ કાશ્મીર, પૂર્વોત્તર રાજ્યો અને અંદમાન નિકોબારના સ્થળોઅે પ્રવાસ કરવાની મંજૂરી છે. 48.41 લાખ સરકારી કર્મચારીઅો કેરળના પ્રવાસે જશે તો કેરળના પર્યટન ઉદ્યોગને ફાયદો થશે. અા બાબતે પત્ર લખાયો છે અને મંજૂરી પણ મળે તેવી પૂરી સંભાવના છે. અામ અેલટીસી પર સરકારી કર્મચારીઅોને કેરળ પણ જવાનો લાભ મળશે.

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા