JIOના આ ઢાંસૂ પ્લાનમાં 6 મહિના સુધી મળશે અનલિમિટેડ મજા

Reliance Jio પોતાના નવા નવા અને ઢાંસૂ પ્લાન માટે જાણીતી છે. હાલના દિવસોમાં કંપની એવા એવા પ્લાન રજૂ કરે છે કે અન્ય કંપનીઓ વિચારમાં પડી જાય છે. હવે રિલાયન્સ જિયોએ એક એવો પ્લાન લોન્ચ કર્યો છે જેની કિંમત 600 રૂપિયાથી પણ ઓછો છે અને 6 મહિના સુધી અનલિમિટેડ કોલિંગની સાથે ડેટા મળશે એટલે કે દર મહિને તમને 100 રૂપિયાથી પણ ઓછી કિંમત પર અનલિમિટેડ મજા મળશે. ચલો જાણીએ આ પ્લાન માટે.

વાસ્તવમાં જિયોએ આ પ્લાનની કિંમત 594 રૂપિયા છે અને આ પ્લાન હેઠળ 6 મહિના સુધી અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 મેસેજ અને 500 એમબી ડેટા મળશે. આ પ્લાન હેઠળ તમને દર મહિને 14GB ડેટા એટલે કે 6 મહિનામાં કુલ 84 GB ડેટા મળશે.

જિયોનો 594 રૂપિયાનો પ્લાન માત્ર જિયો ફોનના ગ્રાહકો માટે જ છે જે જિયો મોનસૂન હંગામા હેઠળ એક્સચેન્જ ઓફરમાં 501 રૂપિયા વાળા જિયો ફોનની સાથે મળશે. કુલ મળીને કહીએ આ પ્લાન જિયો ફોન મોનસૂન હંગામા હેઠળ મળી રહ્યો છે.

આ ઉપરાંત જિયો ફોન માટે એક 153 રૂપિયાનો પણ પ્લાન છે. જેમાં એ 153 રૂપિયા વાળા પ્લાનમાં 28 દિવસ સુધી દરરોજ 1.5 GB ડેટા એટલે કે કુલ 42 GB ડેટા મળશે અને દરરોજ 100 મેસેજ પણ મળશે. આ પ્લાનમાં પણ અનલિમિટેડ કોલિંગ મળશે.

તો બીજી બાજુ જિયો ફોનની સાથે મળનાર આ પ્લાનમાં એક પ્લાન 49 રૂપિયાનો છે જેમાં 28 દિવસની મર્યાદા સાથે 1 GB ડેટા, 50 મેસેજ અને અનલિમિટેડ કોલિંગ મળશે.

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા