મુકેશ અંબાણીનો નવો ધમાકો, આ લોકોને મળશે માત્ર 95 રૂપિયામાં JIO ફોન

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો પહેલાથી જ ટેલિકોમ સેક્ટરમાં ધમાકો કરી ચુકી છે. બાકીની કંપનીઓ પણ એને ટક્કર આપવા દરરોજ કોઇને કોઇ નવો જુગાડ કરી રહી છે. પરંતુ તેમ છતાં જિયોને માત આપી શકી નથી. હવે જિયો દ્વારા રાજસ્થાન સરકાર એક નવો ધમાકો કરવા જઇ રહી છે. વાસ્તવમાં રાજસ્થાન સરકારે ભામાશાહ કાર્ડધારકોને માત્ર 95 રૂપિયામાં જિયો મોબાઇલ ફોન આપવાનો નિર્ય લીધો છે. ભામાશાહ કાર્ડધારક સ્કીમથી રાજસ્થાનની લગભગ 1.5 કરોડ મહિલાઓ જોડાયેલી છે. રાજસ્થાન સરકાર તરફથી મહિલા સશક્તિકરણ અને રાજ્યના નિવાસીઓને કોર બેંકિંગથી જોડાવવા માટે 15 ઓગસ્ટ 2014 એ ભામાશાહ યોજના શરૂ કરવામાં આવી. આ યોજનાનું લક્ષ્ય છે કે વધારેમાં વધારે મહિલાઓ બેંકિંગ સેક્ટરથી જોડાઇ શકે અને ડિજીટલ થઇ શકે.

તમને જણાવી દઇએ કે રાજસ્થાનમાં જલ્દીથી ચૂંટણી યોજાવવાની છે. એ જોતા જ સરકારે ભામાશાહ કાર્જધારક સ્કીમથી જોડાયેલી મહિલાઓને જિયો ફોન આપવાની યોજના બનાવી છે. સરકારની આ યોજના હેઠળ 30 સપ્ટેમ્બર સુધી આ ફોન લોકોમાં વહેંચવામાં આવશે.

સરકારની આ સ્કીમથી જોડાયેલ લોકોને 95 રૂપિયામાં જિયો ફોન લેવા માટે 1095 રૂપિયા જમા કરાવવા પડશે. જ્યારે ફોન તમારી પાસે આવી જશે તો ત્યારબાદ તમારા ખાતામાં 1000 રૂપિયાની રકમ પાછી આવી જશે. એટલું જ નહીં સરકાર આ ફોનની સાથે 6 મહિનાની વેલિડિટી પણ આપી રહી છે. જેમાં 128 GB ડેટા અને 500 એસએમસનો પેક પણ મળશે. આ ફોનને ખરીદવા માટે જોરદારઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

READ SOURCE
Read Full Story in UC News
Share to your friends
Hot Comments
Read More Comments
--
No
Yes
Just for laughs 134
youtube.com