Jioની સ્પેશિયલ ઓફર, 399 રૂપિયાવાળા પ્લાન માટે ચૂકવવા પડશે 299

રિલાયન્સ જિયો (Reliance Jio)એ પોતાના પ્રીપેડ યૂજર્સ માટે શાનદાર ઓફર લોંચ કરી છે. જિયો તરફથી લોંચ કરવામાં આવેલા 'હોલિડે હંગામા ઓફર'માં હવે 399 રૂપિયાવાળો પ્લાન 299 રૂપિયામાં મળશે. તેમાં તમને 100 રૂપિયાનું ઇંસ્ટેંટ ડિસ્કાઉંટ 'માય જિયો એપ' પર મળશે.

નવી દિલ્હી: રિલાયન્સ જિયો (Reliance Jio)એ પોતાના પ્રીપેડ યૂજર્સ માટે શાનદાર ઓફર લોંચ કરી છે. જિયો તરફથી લોંચ કરવામાં આવેલા 'હોલિડે હંગામા ઓફર'માં હવે 399 રૂપિયાવાળો પ્લાન 299 રૂપિયામાં મળશે. તેમાં તમને 100 રૂપિયાનું ઇંસ્ટેંટ ડિસ્કાઉંટ 'માય જિયો એપ' પર મળશે. તેના માટે તમારે 'ફોન પે' (Phone Pay)ના માધ્યમથી ચૂકવણી કરવી પડશે. રિલાયન્સ જિયોની આ ઓફરનો ફાયદો તમે 1 જૂનથી 15 જૂન સુધી ઉઠાવી શકો છો.

વધી શકે છે પ્રતિસ્પર્ધા
તમને જણાવી દઇએ કે સપ્ટેમ્બર 2016માં લોચિંગ બાદ જ કંપનીએ ઘણી ધમાકેદાર ઓફર લોંચ કરી ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં સ્પર્ધાને વધારી દીધી છે. હવે આ ઓફર આવ્યા બાદ બજારમાં પ્રતિસ્પર્ધા અને વધી શકે છે. રિલાયંસ જિયોની 100 રૂપિયાનું ઇંસ્ટેંટ કેશબેક ઓફર બે પાર્ટમાં મળશે. પહેલી તે પ્રીપેડ યૂજર્સને 50 રૂપિયાનું કેશબેક વાઉચર મળશે, જે જિયો એપના માધ્યમથી રિચાર્જ કરશે.

આ રીતે મળશે ડિસ્કાઉંટ
બીજા જિઓ એપ પર ફોન પે (Phone Pay)ના માધ્યમથી જો તમે પેમેંટ કરો છો તો તમને 50 રૂપિયાનું કેશબેક મળશે. જિયોના 399 રૂપિયાના રિચાર્જમાં યૂજરને 84 દિવસ સુધી દરરોજ 1.5 GB ડેટા મળે છે. એટલે કે યૂજરને 84 દિવસ સુધી કુલ 126 GB ડેટા કંપની આપે છે. આ ઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે 100 એસએમએસ પ્રતિદિનની પણ સુવિધા છે.

સ્માર્ટ ફોન લેશો તો મળશે ઓફર
જો તમે પણ રિલાયન્સ જિયો (Reliance Jio) યુઝર છે અને નવો ફોન લેવાનું પ્લાન કરી રહ્યા છો તો જિયો (Jio)ની તરફથી તમને શાનદાર ઓફર આપવામાં આવી રહી છે. રિલાયન્સ જિયોની તરફથી સેમસંગ ગેલેક્સી જે2 2018 (Samsung Galaxy J2 2018) અને સેમસંગ ગેલેક્સી જે 7 ડિયો (Samsung Galaxy J7 Duo)ની ખરીદી પર બંપર ઓફર આપવામાં આવી રહી છે. તમે આ બંનેમાંથી કોઇપણ સ્માર્ટફોન લો છો તો તમને જિયો 2750 રૂપિયાનું કેશબેક આપશે, સાથે જ 100 GB 4 G ડેટા પણ મળશે.

આ બંન્નેમાંથી તમે કોઇ પણ સ્માર્ટફોન ખરીદો છો તો જિયો તમને 2750 રૂપિયાનું કેશબેક આપશે સાથે જ 100 જીબી 4જી ડેટા પણ આપશે. કંપની તરફથી મળનાર આ કેશબેક તમને 'MyJio accountમાં ક્રેડિટ થશે. આ ઓફરનો ફાયદો માત્ર રિલાયન્સ જીયોનાં યુઝર નવા સેમસંગ ગેલેક્સી જે2 2018 અથવા સેમસંગ ગેલેક્સી જે7 ડિયોની ખરીદી પર ઉઠી જ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સેમસંગે ગેલેક્સી જે2 2018 અને ગેલેક્સી જે7 ડિયોને ભારતીય બજારમાં એપ્રીલમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
સેમસંગ આ બંન્ને સ્માર્ટફોનમાં સેમસંગ મોલ પહેલાથી જ ઇન્સ્ટોલ છે. ગેલેક્સી જે2ની કિંમત 8190 રૂપિયા છે અને ગેલેક્સી જે7 ડિયોની માર્કેટમાં કિંમત 16990 રૂપિયા છે.

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા