સરકારના આ મહત્વના નિર્ણયથી ગુજરાતમાં મકાનોના ભાવ ઘટશે

રિડેવલોપમેન્ટ મુદ્દે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઓઢવ દૂર્ઘટના પરથી બોધ લઈને રાજ્ય સરકારે રિડેવલોપમેન્ટ પોલીસીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મળતી માહિતી અનુસાર નવી પોલીસી મુજબ જૂની સોસાયટીઓનું રિડેવલોપમેન્ટ સરળ બનશે. જોકે 25 વર્ષ જૂના અને 75 ટકા મકાનધારકોની સમંતી બાદ રિડેવલોપમેન્ટ શક્ય બનશે. સરકારના આ નિર્ણયથી બિલ્ડર સહિત નાગરીકોને પણ સીધો લાભ થશે. રહેવાસીઓની વાત કરીએ તો મકાનોની કિંમતમાં અંશત જ ઘટાડો થશે. પણ પોશ ગણાતા વિસ્તારો, કે જ્યાં જગ્યાના અભાવે હાલ વિકાસ શકય નથી ત્યાં જૂના મકાનો સામે બમણા મકાન બનતાં વધુ આવાસ ઉપલબ્ધ થશે. જૂનામાંથી નવા બનેલા મકાનની વેલ્યુ વધશે અને મકાનની અંદરનો એરિયા પણ વધશે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા હાઉસિંગ બોર્ડના વર્ષો જૂના મકાનોની પણ રીડેવલોપમેન્ટની કામગીરી સર્વેના આધારે કરવામાં આવશે.

READ SOURCE
Read Full Story in UC News
Share to your friends
Hot Comments
Read More Comments
--
No
Yes
SHOCKING! Neighbours Fighting Over Garbage in Faridabad