વીજળીનું બિલ આવશે ઓછું, આજે જ ટ્રાય કરો આ ટ્રિક

આજકાલ હરકોઈને વીજળી વિના ચાલતું જ નથી. જો થોડી વાર માટે વીજળી ગુલ થઈ જાય તો પણ લોકો ચિંતાતુર થઈ જાય છે. આપણા ઘરમાં સામાન્ય રીતે દર બે મહિને વિજળીનું બિલ આવતુ હોય છે. જો કે આ બિલ કોઇના ઘરમાં એકદમ વધારે તો કોઇના ઘરમાં એકદમ જ ઓછુ આવતુ હોય છે.

પણ જો તમારા ઘરમાં વધારે બિલ આવતુ હોય તો, આજથી તમે અપનાવશો આ ટિપ્સ તો તે તમારા વિજ બિલમાં કરી દેશે એકદમ ઘટાડો…

– તમારું ફ્રીજ જો ખાલી રહેતુ હોય તો તેમાં વધારે વીજળી ખર્ચ થાય છે. જેથી કરીને તમે ફ્રીજમાં હંમેશા વધારે ફળ અને શાકભાજી રાખો. આ સાથે ફ્રીજને હંમેશા નોર્મલ મોડ પર રાખો. ફ્રીઝ ને હાઈ મોડ પર રાખવાથી પણ વીજળીનો વપરાશ વધારે થાય છે.

– ઘણા લોકો પોતાના વોશિંગ મશીનમાં જરૂર કરતા વધારે કપડા નાખી દેતા હોય છે પરંતુ જો કપડા વોશિંગની ક્ષમતાથી વધારે નાંખશો તો તમારું વીજળી બિલ વધારે આવશે આથી વોશિંગ મશીનમાં ક્ષમતા મુજબ કપડા ધોવા માટે નાખો.

– તમારે ત્યાં ગરમ પાણી કરવા માટે જો વોટર હીટર છે તો એને હંમેશા ૪૮ ડિગ્રી પર રાખો. આથી તમારી વીજળી વધારે ખર્ચ નહી થાય. ડિગ્રીમાં ફેરબદલ કરવાથી વીજળીનો વ્યય વધે છે.

– ઘણા લોકો રાત્રે સૂતા સમયે ઘરમાં લાઈટ ચાલુ રાખતા હોય છે જે કારણોસર વિજળીનું બિલ વધે છે. આથી હંમેશા બલ્બ અને લાઈટને બંધ કરીને સૂવાની આદત રાખો.

– જો તમારા ઘરમાં બલ્બ છે તો આ વીજળીનું મીટર તેજીથી ચાલે છે. પરંતુ જો બલ્બમી જગ્યાએ સીએફએલ લગાડશો તો વીજળીનું બિલ ઓછું આવશે.

– કમ્પ્યૂટર, ટીવી, પ્લેયર વગેરે જો રાત્રે ચાલુ મૂકી દેશો તો વિજળીનું બિલ વધશે. ઘરના ઉપકરણ પાવર એક્સટેશનથી જોડવાથી પ્રયોગ કરો.

– કપડા મશીનની જગ્યાએ બહાર હવામાં સૂકવશો તો તમારા વિજળીના બિલમાં બચત થશે.

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા