ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા તમામ લોકો જાણી લે હકીકત, નહીંતર પસ્તાશો

શું આપ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો. તો આ સમાચાર આપના માટે છે. શું આપને ત્યાં આવતો ગેસ સિલિન્ડર ક્યારેક આપને હળવો લાગે છે. તો આ સમાચાર આપના માટે છે. આખરે એવું તો શું થાય છે ગેસ સિલિન્ડરમાં. કેવી રીતે કરવામાં આવે છે ગોલમાલ?

શું આપ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર છે. અમદાવાદમાં લો-ગાર્ડન પાસે આવેલી ઇન્ડિકવીપ લિમિટેડ ગેસ એજન્સીમાં કામ કરતાં જૂના કર્મચારીઓ હેલ્પરો-તેમજ ડીલીવરી બંસરી પેન્સિલ વડે ગેસના બાટલામાંથી ગેસ કાઢી નાખે છે. અવાવરૂ જગ્યાએ જઇને ખાલી ગેસના બાટલા ભરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે. જોકે, આ એજન્સી ઘણા ખરા વિસ્તારોમાં ગેસના બાટલા ગ્રાહકો સુધી પહોંચાડે છે. પરંતુ લાંભા વિસ્તારમાં આ ઘટના સામે આવતા ગ્રાહકો સમગ્ર ઘટના અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીને જાણ કરી હતી.

એકી સાથે 4 જેટલા લોકોએ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીને ફરિયાદ કરી. કેમ કે ચારેય ગેસધારકોએ બાટલાના વજન કરતાં વજનમાં ફેરફાર આવ્યો હતો. આશરે એક બાટલામાં 3 થી 4 કિલો જેટલો ફેરફાર આવતાં ગ્રાહક સુરક્ષા તથા ગેસધારકો પણ ચોંકી ઊઠ્યા.

ઉલ્લેખનીય છે કે, ગેસના ખાલી બાટલાનું વજન તો ઉપર લખેલું જ હોય છે, પરંતુ ભારતભરમાં ગેસના બાટલાની અંદર ભરાતા ગેસનું વજન એક જ હોય છે. ખાસ વાત તો એ છે કે કેન્દ્ર સરકારની મુખ્યત્વે ચાર ઓઇલ કંપની છે. જેમાંથી એક ભારતગેસ પણ છે. આ પ્રકારની ઘટના ભારતગેસની ડીલરશીપ ધરાવતી ઇન્ડીક્વીપ લિમીટેડ એજન્સીમાંથી બહાર આવી અને આ ઇન્ડીક્વીપ લિમિટેડ એન્જસી 60 વર્ષ જૂની છે.

એક તરફ પેટ્રોલ પંપ પર પેટ્રોલમાંથી ચોરી થઇ હોવાના કિસ્સાઓ પણ ભૂતકાળમાં સામે આવ્યા છે. તેમજ હવે ગેસની ચોરીના કિસ્સામાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે હવે તોલમાપ વિભાગ અને સરકાર આ ચોરીને અટકાવવા માટે કેવા મજબૂત પગલા લેશે.તે જોવાનું રહેશે.

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા