શાળા કોલેજોમાં વિરોધ થતાં નવરાત્રિ વેકેશનની તારીખોમાં ફેરફાર કરાયો

  • હવે ૧૦થી ૧૭ ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રહેશે
  • દિવાળી વેકેશન હવે ૫થી ૧૮ નવેમ્બર સુધીનું રહેશે

ગાંધીનગર

ગુજરાતની શાળા-કોલેજોમાં નવરાત્રિ વેકેશનના નિર્ણય અંગે ભારે વિવાદ ઊઠયો છે, ત્યારે શિક્ષણમંત્રીએ નવરાત્રિ વેકેશનની તારીખો બદલવાની જાહેરાત કરી છે. અગાઉ ૧૫થી ૨૧ ઓક્ટોબર વેકેશનની જાહેરાત કરાઈ હતી, હવે ૧૦થી ૧૭ ઓક્ટોબર વેકેશન જાહેર થયું છે.

રાજ્યની જનતાની લાગણી અને નવરાત્રિ પ્રત્યે અદમ્ય ઉત્સાહ તથા ઉલ્લાસ ધ્યાને રાખીને મુખ્યમંત્રી વિજય રૃપાણીએ શિક્ષણ વિભાગ સાથે પરામર્શ કરીને નવરાત્રિ વેકેશનનો નિર્ણય લીધો હોવાની સ્પષ્ટતા કરતા શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, ૧૦મી ઓક્ટોબરે પહેલા નોરતાથી ૧૭મી ઓક્ટોબરે આઠમ સુધી હવે નવરાત્રિ વેકેશન રહેશે અને આને કારણે દિવાળી વેકેશનમાં ૭ દિવસનો કાપ રહેશે, એટલે કે પહેલાં જે દિવાળી વેકેશન ૫થી ૨૫ નવેમ્બર સુધીનું હતું તે હવે ૫થી ૧૮ નવેમ્બર સુધીનું રહેશે.

અગાઉ નવરાત્રિ વેકેશનની થયેલી જાહેરાત મુજબ નવરાત્રિ માણવા માટે વાસ્તવિક રીતે રજા ત્રણ દિવસ એટલે કે ૧૫, ૧૬ અને ૧૭ ઓક્ટોબર મળતી હતી અને ૧૮મીએ દશેરાના દિવસે ક્યાંય ગરબા થતા નથી અને ૨૧ ઓક્ટોબરે રવિવારની રજા આવે છે, તો ૧૯-૨૦ ઓક્ટોબરે નવરાત્રિ પત્યા બાદ શા માટે રજા રખાઈ તેનો વિવાદ ઊઠયો હતો. શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, નવરાત્રિ રાજ્યની જનતા સહિત યુવાધન ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઊજવી શકે તે માટે લોકલાગણીને વેકેશન આપવાનો નિર્ણય થયો છે, જેના લીધે શૈક્ષણિક સત્રના કાર્યના દિવસો ઘટશે નહીં અને વેકેશનનો આ નિર્ણય ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકની સરકારી ગ્રાન્ટ ઈન એઈડ, બિનસરકારી તથા બિન અનુદાનિત તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે,

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા