શિક્ષકોને પગાર પંચના તફાવતના હપ્તાની રકમ ચૂકવવા અંતે આદેશ

ા ભાવનગર ા

ભાવનગર જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોને સાતમા પગાર પંચના તફાવતા હપ્તાની રકમ આપવામાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અખાડા કરવામાં આવી રહ્યા છે, સાતમુ પગાર પંચ આપવામાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને ભારે ટટળાવ્યા બાદ હવે પગાર પંચના તફાવતના હપ્તાની રકમ આપવામાં શિક્ષણ વિભાગ દ્વારા ધાંધિયા કરવામાં આવતા હતા. આખરે શિક્ષણ વિભાગે શિક્ષકોને પગાર પંચના તફાવતના હપ્તાની રકમની ચૂકવણી કરવા માટેની ફરજ પડી છે. આ સંદર્ભમાં રાજ્યના શિક્ષણ વિભાગે તાજેતરમાં જ તમામ ડીઈઓને પરિપત્ર કરીને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ત્રણ અને પાંચ હપ્તા પ્રમાણે થતી રકમની ચૂકવણી માટે ગણતરી કરીને મોકલવા આદેશ કર્યો છે. જેને લીધે સ્થાનિક શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ છે.

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોને પગાર પંચના તફાવતના હપ્તાની રકમ આપવાના સંદર્ભમાં સંઘ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ શિક્ષણ વિભાગના પેટનુ પાણી ન હલતુ હોવાનો વ્યથા શિક્ષકોએ ઠાલવી હતી., ભુતકાળમાં પ્રાથમિક શિક્ષકો, સરકારી કર્મચારી, કોર્પોરેશન કે બોર્ડ નિગમોમાં સાતમા પગાર પંચનો અમલ થઈ ગયો હોવા છતા પણ ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને સાતમા પગાર પંચના અમલથી બાકી રાખવાનો અન્યાય કરવામાં આવ્યો હોવાનો શોરગુલ વ્યાપક બનતા આખરે રાજ્યના શિક્ષણ વિભાગે આળસ મરડીને શિક્ષકોને પગાર પંચના ત્રણ અને પાંચ હપ્તા પ્રમાણે થતી રકમની ચૂકવણી માટે ગણતરી કરીને મોકલવા રાજ્યના શિક્ષણ વિભાગે ફરમાન કરતા શિક્ષકોમાં ભારે પ્રસન્નતા વ્યાપી ગઈ છે.

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા