જીગ્નેશ મેવાણીએ મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મુલાકાત કરી

મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: મધ્યાહ્ન ભોજન કર્મચારીઓના એક ડેલીગેશનની રજૂઆતના મુદ્દે આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મુલાકાત કરીને રજૂઆત કરી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મુદ્દે રજૂઆતો સાંભળી કર્મચારીઓના પ્રશ્નો વિષે આશ્ચર્ય પ્રગટ કર્યો હતો અને તે વિષે આગળ વિચારણા કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

આજે સાંજે ૫ વાગે રાજ્યમાં સરકારી શાળાઓમાં ચાલતા મધ્યાહ્ન ભોજન યોજનામાં વર્ષોથી કાર્યરત કર્મચારીઓનું એક ડેલીગેશનજીગ્નેશ મેવાણી સાથે ગાંધીનગર આવી પહોંચ્યું હતું અને શિક્ષણમંત્રી સાથે મુલકાત લેવા સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. જેમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં કામ કરતા કર્મચારીઓને પુરા પગારે કાયમી કરવા, મધ્યાહ્ન ભોજનને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ મુજબ કાર્યરત કરવા, લઘુતમ વેતન ધારાની જોગવાઈ લાગુ કરી અન્ય લાભ પણ આપવા અને બાળકોને નાસ્તા સાથે ભોજન માટે અલગથી જથ્થો અને નાણાકીય મદદ આપવા.

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, મધ્યાહ્ન ભોજનનાં કર્મચારીઓને માર્ચ-એપ્રિલ મહિનાની સેવાઓનું ચુકવણું પણ કરવામાં આવ્યું નથી. તેમજ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી અમોને કાયમી કરવામાં પણ આવી રહ્યા નથી. જેથી તેમના પોતાના નિર્વાહનો પ્રશ્ન છે. જે કર્મચારીઓ નિષ્ઠા પૂર્વક બાળકોને અન્ન આપતા હોય તેમની આર્થિક રીતે શોષણ થઈ રહ્યું છે જે માટે તેમને ન્યાય મળે એ જરૂરી છે અને એટલે આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે તેમની મુલાકાત કરી આ વિષે રજૂઆત કરી અને ચર્ચા કરી હતી.

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા