ગુજરાતના શિક્ષકો માટે આનંદના સમાચાર

રાજ્યની સરકારી અને બિન સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રવાસી શિક્ષકોની યોજના અંતર્ગત ચાલુ વર્ષ-2018-19 માટે રાજ્ય સરકારે રૂ.90 કરોડની જોગવાઇ કરી હોવાનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સરકારી અને અનુદાનિત શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ સામે ખાલી જગ્યાઓ નિયમિત રીતે ભરાય ત્યાં સુધી અથવા શિક્ષક કે શિક્ષિકા લાંબી રજાઓ પર જાય ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુસર વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં વૈકલ્પિક અને વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવાની યોજના ડિસેમ્બર-2015થી શિક્ષણ વિભાગે અમલમાં મૂકી છે. આ મુદત તા.21-12-2017ના રોજ પૂર્ણ થતાં આ યોજનાની ઉપયોગીતા જોતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં લઇને આ મુદત તા.31, માર્ચ-2019 સુધી લંબાવાઇ છે.

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા