પ્રાથ.શાળાઓમાં બાળકોની સંખ્યાની યાદી ચોંટાડાશે

સર્વશિક્ષા અભિયાન દ્વારા પત્રક બનાવવા સૂચના

સુખસર ઃ દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં હવે દરેક વર્ગોમાં લખતા – વાચતા આવડતુ હોય અને નબળા હોય તેવા બાળકોની સંખ્યા પત્રકમાં લખી જે તે વર્ગોની બહાર ચોટાડાશે. જે માહીતી ભરવા માટે સર્વશિક્ષા અભિયાન દ્વારા દરેક વર્ગ શિક્ષકોને સુચના આપવામાં આવી હતી. દાહોદ જિલ્લાને મહાત્વાકાંશી નામથી ઉચ્ચ કક્ષાએ લઇ જવા માટે જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કર્મચારીઓ સાથે બેઠકો કરવામાં આવી રહી છે. અને તમામ ક્ષેત્રોમાં કામગીરી કરી વિકાસના કામો કરવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં હવેથી પ્રાથમિક શાળાઓમાં જે તે વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પત્રક ભરીને વર્ગની બહાર ચોંટાડવામાં આવશે. જે પત્રકમાં કુલ રજીસ્ટર સંખ્યા, વાંચન, લેખન અને ગણન આવડતું હોય તેવા બાળકોની સંખ્યા, તેમજ વાંચન, ગણન અને લેખનમાં નબળા હોય તેવા બાળકોની સંખ્યા દર્શાવાશે અને વર્ગ શિક્ષક અને આચાર્યની સહી કરવામાં આવશે. જેથી શાળામાં મુલાકાત અર્થે આવનાર અધિકારીઓને વર્ગમાં કેટલા બાળકો છે. જેમા સારા અને નબળાની માહિતી પત્રક પરથી મળી શકશે.

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા