કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, સરકાર વધારી દેશે પગાર

કેન્દ્ર સરકારના કર્મચારીઓને સેલેરી વધવાની આશા પૂરી થતી જોવા મળી રહી છે. કેન્દ્ર કર્મચારીઓની માંગ હતી કે તેમની ન્યૂનતમ સેલેરી વધારીને 26000 રૂપિયા મહિના કરી દેવામાં આવે. આ સિવાય ફિટમેન્ટ ફેક્ટરને વધારીને 3.68 ગણા કરી દેવામાં આવે છે. હવે કેન્દ્ર સરકાર કર્મચારીઓની આ માંગ પૂરી કરી શકે છે. વાસ્તવમાં સાતમાં પગાર પંચમાં ભલામણ કરવામાં આવી હતી કે તેમની ન્યૂનતમ સેલેરીને 18000 રૂપિયા કરી દેવામાં આવે, આ સિવાય ફિટમેન્ટ ફેક્ટરને વધારી 2.57 ગણા કરી દેવામાં આવે, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ ખુશ ન હતા. જે પછી તેમની માંગ કરી કે ન્યૂનતમ સેલરી અને ફિટમેન્ટ ફેક્ટરને સાતમા પગાર પંચની ભલામણથી વધારવામાં આવે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓની માંગોને માનતા સાતમા પગાર પંચની ભલામણથી 8000 રૂપિયાનો વધારો કરી શકે છે. જો આ વધારે કેન્દ્ર સરકાર કરી દે છે તો કર્મચારીઓની ન્યૂનતમ સેલેરી 18000 રૂપિયાથી મહિનાથી 26000 રૂપિયા થઇ શકે છે. હવે મોદી સરકાર આ વધારે સેલેરીની જાહેરાત 15 ઓગ્સ્ટના લાલ કિલ્લા પરથી કરી શકે છે. તમને જણાવી દઇએ કે, આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પણ છે. ચૂંટણી પહેલા PM મોદી સેલેરીમાં વધારાની જાહેરાત કરી શકે છે.

કર્મચારીઓને આશા છે કે , સરકાર 2019ની ચૂંટણીને જોઇને કોઇ એવું પગલું ભરશે નહી, જેનાથી કેન્દ્રીય કર્મચારીઓના ગુસ્સાનો ભોગ બનવું પડે. જોકે સરકાર હંમેશાથી કર્મચારીઓના પક્ષમાં નિર્ણય કરે છે, જેથી લાગી રહ્યુ થે કે સરકાર કર્મચારીઓને ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને આ ભેટ આપી શકે છે.

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા